2705 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું : પ્રથમ દિવસે સાત ખેડૂતોએ મગફળીનું વેચાણ કર્યુંહળવદ : હળવદમાં આવેલ માર્કેટ યાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે.તાલુકાના 2705 ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આજે પ્રથમ દિવસે 10 ખેડૂતોને મગફળી વેચવા બોલાવવામાં આવ્યા હતા.જોકે બપોર સુધીમાં સાત ખેડૂતો આવ્યા છે.હળવદ યાર્ડ ખાતે શરૂ થયેલ મગફળી ખરીદી કેન્દ્રમાં ખેડૂતો પાસેથી રૂપિયા 1356 પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે.એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 400 કિગ્રા.એટલે કે 200 મણની ખરીદી કરવામાં આવશે.હાલ મગફળીનો બજારભાવ 900 થી 1125 રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે.આજથી રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરાતા હળવદ યાર્ડમાં પણ મગફળીના બજાર ભાવમાં 40 થી 50 રૂપિયાનો સુધારો આવ્યો છે.ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રના શુભારંભ સમયે હળવદ ખરીદ વેચાણ સંઘના ચેરમેન રસિકભાઈ વરમોરા, હળવદ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી,ખરીદ વેચાણ સંઘના મેનેજર દર્શનભાઈ માકાસણા, ગૌરાંગભાઈ સહિતનાઓ હાજર રહ્યા હતા.