સરદારબાગ, સુરજબાગ તેમજ મહાત્મા ગાંધી બાગમાં બાંકડા - રમત ગમતના સાધનો મુકવા કરાઈ માંગ મોરબી : મોરબીમાં લોકોને બેસવા માટે હાલ કોઈ બાગ-બગીચામાં બાંકડા આવેલા નથી. ત્યારે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના સંગઠન મંત્રી સૂરપાલસિંહ જાડેજા દ્વારા મોરબીમાં સરદારબાગ, સુરજબાગ તેમજ મહાત્મા ગાંધી બાગમાં બેસવા માટે બાંકડા અને બાળકોના રમત ગમતના સાધનો મુકવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબીની આન બાન અને શાન ગણાતા સરદારબાગ, સુરજબાગ તેમજ મહાત્મા ગાંધી બાગની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. આ બગીચાઓમાં બાંકડાઓ તેમજ રમત - ગમતના હીંચકા સહિતના સાધનો તૂટી ગયા છે. ત્યારે આ ત્રણેય બગીચામાં મરમત કરી યોગ્ય સુવિધાઓ આપી ફરીથી ધમધમાટ શરૂ કરવામાં આવે. અને આ ત્રણેય બગીચામાં બેસવા તથા સમય પસાર કરવા બાંકડાઓ તથા બાળકોના રમવા માટે સાધનો મૂકી આપવા ઘટિત કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.