પાનની દુકાને માવો ખાવા આવેલ વૃદ્ધને કારણ વગર માર મારવામાં આવતા ફરિયાદમોરબી : મોરબી શહેરના મૂનનગર ચોકમાં બે દંપતી જાહેરમાં ઝઘડો કરી રહ્યા હતા તે વેળાએ પાન મસાલો ખાવા નીકળેલા વૃદ્ધને કારણ વગર ગાળો આપી બે શખ્સોએ ઢીકા પાટુનો માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના મૂનનગર ચોક નજીક ન્યુ ચંદ્રેશનગરમા રહેતા રાજેન્દ્રભાઇ મોહનભાઇ દેત્રોજા ઉ.60 નામના વૃદ્ધ ગત તા.7ના રોજ પાન માવો ખાવા જતા હતા ત્યારે મૂનનગર ચોકમાં આરોપી વિજય ત્રિભુવનભાઈ સવસાણી અને આરોપી પિયુષ ત્રિભુવનભાઈ સવસાણી પોતાના પત્નીઓ સાથે જાહેરમાં ઝઘડો કરી રહયા હોય રાજેન્દ્રભાઇ ત્યાં પહોંચતા જ પતિ - પત્નીના ઝઘડાનો ગુસ્સો પારકા ઉપર ઉતર્યો હતો. બન્ને આરોપીઓએ રાજેન્દ્રભાઇને કારણ વગર ઢીકા પાટુનો માર મારી ગાળો આપી મૂંઢ માર મારતા બનાવ અંગે રાજેન્દ્રભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.