બેલા નજીક આવેલ એડ્રોડ સિરામિક ફેકટરીમાં બનેલી ઘટનામોરબી : નશો નાસનું મૂળ છે... સૂત્ર મોરબીના બેલા ગામે યથાર્થ બન્યુ છે, મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતો અને રહેતો યુવાન ગત તા.10ની મધ્યરાત્રીએ દારૂ ઢીચી કારખાનાની છત ઉપર ચડી ગયા બાદ ઉપરથી નીચે પટકાતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ એડ્રોડ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતો દેવાભાઈ રસિકભાઈ ગોવાણી ઉ.27 નામનો યુવાન ગત તા.10ના રોજ રાત્રીના 12.30 કલાકે દારૂ પી કારખાનાની છત ઉપર ચડી ગયા બાદ ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.