મોરબી : મોરબી શહેરની રવાપર ઘુનડા ચોકડી નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે ચેકીંગ દરમિયાન પેપરમિલમાં નોકરી કરતા આરોપી યશ જગદીશભાઇ અઘારા, રહે.મામા ફટાકડા પાસે, રવાપર રોડ વાળાને વિદેશી દારૂની 180 મીલી માપની એક ચપલા બોટલ કિંમત રૂપિયા 130 સાથે ઝડપી લીધો હતો. આ બનાવમાં આરોપી ડેવિડ રાજાનું નામ આરોપીઓએ કબુલતા સીટી એ ડિવિઝન પોલીસે ડેવિડ રાજાને ફરાર દર્શાવી યશ જગદીશભાઇ અઘારાને અટકાયતમાં લઈ બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.