કેનાલ રોડ ઉપર વર્ધમાન એપાર્ટમેન્ટથી બોરીયા પાટી સુધીમાં ૫૦% સ્ટ્રીટ લાઈટો છ મહિનાથી બંધમોરબી : મોરબીના કેનાલ રોડ ઉપર બંધ સ્ટ્રીટ લાઈટ મુદે એક નાગરિકે પોતાના એડવોકેટ માટે નગરપાલિકાને કાનૂની નોટિસ ફટકારી છે. જેમાં સ્પષ્ટ જણાવાયુ છે કે બંધ સ્ટ્રીટ લાઈટને કારણે જો કોઈ જાનહાની થશે તો તેને જવાબદાર પાલિકા રહેશે.અરજદાર ચમનલાલ મગનલાલ બાપોદરીયા વતી તેમના એડવોકેટ વિપ્લેષ બાપોદરીયાએ નોટિસમાં જણાવ્યું હતું કે મોરબીથી લીલાપર જતા કેનાલ રોડ ઉપર વર્ધમાન એપાર્ટમેન્ટથી બોરીયા પાટી સુધીમાં ૫૦% સ્ટ્રીટ લાઈટો આજે છ માસથી બંધ છે. જે રીપેર કરવા માટે અસીલ ચમનલાલ મગનલાલ બાપોદરીયાએ મોરબી નગરપાલીકામાં અવાર-નવાર લેખીતમાં ફરીયાદ નોંધાવેલ છે. આમ છતા આજ સુધી રીપેર થયેલ નથી.આ અસીલ એટલે કે અરજદાર મોરબી નગરપાલીકાનાં ટેક્ષ-પેપર છે. જેથી રોડ, ગટર, પાણી, લાઈટ જેવી પ્રાથમીક સુવિધાઓ આપવાની સંપુર્ણ જવાબદારી મોરબી નગરપાલીકાની છે. આમ છતા મોરબી નગરપાલીકા લાઈટ જેવી સામાન્ય સુવિધા પુરી પાડતી નથી.આ અરજદાર હાર્ટનાં પેસન્ટ છે, જેથી તેઓ દરરોજ નિયમીતપણે મોર્નિંગ વોકમાં જાય છે. રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો છ માસથી બંધ છે જેથી ખુબ જ તકલીફ પડે છે. ભવિષ્યમાં તેઓને કોઈપણ અકસ્માત થશે કે શારીરીક નુકશાન પહોંચશે જેનો કાનૂની રાહે તેવો દાવો માંડશે તો તેની સંપુર્ણ જવાબદારી મોરબી નગરપાલીકાની રહેશે.