હળવદમા ચામડા તોડ 15 ટકા વ્યાજ વસુલ કરનાર વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ

- text


45 હજારના વ્યાજ સહિત 70 હજાર આપવા છતાં ઘર પચાવી પાડવા જાનથી મારી નાખવાની ધમકી આપી

હળવદ : હળવદ શહેરમાં વ્યાજખોરીનું દુષણ વ્યાપક પ્રમાણમાં ફુલ્યું ફાલ્યું છે ત્યારે બટુક નામના વ્યાજખોરે 15 ટકા વ્યાજે નાણા આપી બાદમાં 70 હજારની વસુલાત કરવા છતાં પરિણીતાના પતિને જાનથી મારી નાખવા ધમકી આપી ઘર પચાવી પાડવા તેમજ ચેક રિટર્ન કરાવી જેલમાં મોકલી આપવા ધમકી આપતા હળવદ પોલીસ મથકમાં વ્યાજખોરી મામલે ગુન્હો નોંધાયો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરમાં ટીકર રેલવે નાલા પાસે રહેતા દક્ષાબેન સુરેશભાઈ કુરિયા ઉ.34 નામના મહિલાએ વ્યાજખોર બટુક બાબુભાઇ કાંકરેચા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પતિએ આરોપી બટુક પાસેથી રૂપિયા 45 હજાર મહિને 15 ટકા વ્યાજે લીધા બાદ આરોપી બટુકે બળજબરીથી સેન્ટ્રલ બેંકના કોરા ચેક પડાવી વ્યાજ સહિત રૂપિયા 70 હજાર વસુલ કરી લેવા છતાં પણ ઘર પડાવી લેવા તેમજ ચેક રિટર્ન કરાવી તેણીના પતિ સુરેશભાઈને જેલમાં મોકલી આપવા ધમકી આપી વધુ રૂપિયા નહિ આપે તો સુરેશભાઈને જાનથી મારી નાખવાની બટુકે ધમકી આપતા ઘટના અંગે દક્ષાબેને હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે નાણાં ધીરધારની કલમો તેમજ બીએનએસ એકટ મુજબ વ્યાજખોર બટુક વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text