વાંકાનેરમાં વિચરતી વિમુક્ત જાતિના 127 પરિવારોને અપાઈ પ્લોટની સનદ

- text


લાભ પાંચમના શુભ દિને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે લાભાર્થીઓને 100 ચો.વાર પ્લોટની સનદનું વિતરણ

 

વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયત કચેરીના સભાખંડ હોલમાં 100 ચોરસ વાર પ્લોટની સનદ લાભ પાંચમના શુભ દિવસે વિચરતી વિમુક્ત જાતિના 127 જેટલા જરૂરતમંદ લોકોને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે આપવામાં આવી હતી.

આ વેળાએ વાંકાનેર પ્રાંત અધિકારી ડૉ. વિપુલકુમાર ડી સાકરીયા, મામલતદાર કે.વી. સાનિયા, તાલુકા વિકાસ અધિકારી રિઝવાન ભાઈ કૌઢિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીજ્ઞાશાબેન મેર સહિતનાની ઉપસ્થિતિ રહી હતી.

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામ ખાતે 100 ચોરસ વાર પ્લોટની સરકાર દ્વારા ફાળવણી અંતર્ગત રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ લેખિતમા વિચરતી વિમુક્તિ જાતિના જરૂરતમંદ લોકો માટે રજૂઆત કરેલ હોય જે રજૂઆતને સરકાર દ્વારા પ્રતિસાદ પૂરો પાડી 127 પરિવારને 100 ચોરસ વાર પ્લોટની સનદ લાભ પાંચમ નિમિત્તે અર્પણ કરવામાં આવતા લાભાર્થીઓમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી.

- text

- text