૨૨મીએ સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક

- text


કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા હાથ ધરાશે

મોરબી : મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા. ૨૨/૧૧/૨૦૨૪ ના રોજ સવારના ૧૦:૩૦ કલાક થી બપોરે ૦૧:૦૦ કલાક દરમિયાન જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલ તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા હાથ ધરવામાં આવશે. ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે તેવું નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.

- text

- text