મોરબીના તાલુકા પોલીસે અણીયારી ટોલનાકા નજીકથી ઝડપી લીધોમોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં મધ્યપ્રદેશની વતની પરિણીતાના ચારિત્ર્ય ઉપર શંકા કરી પતિએ છરીના ઘા ઝીકી પત્નીને મોત ઘાટ ઉતારી નાખવાના બનાવમાં મોરબી તાલુકા પોલીસે હત્યારા પતિને અણીયારી ટોલનાકા નજીકથી ઝડપી લીધો હતો.મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ મુરાનો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં ગઈકાલે બપોરના સુમારે મધ્યપ્રદેશના વતની ધાપુબેન કનૈયાલાલ માલવીય નામના મહિલાની ગળાના ભાગે છરીના ઘા ઝીકી તેણીના જ પતિ આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીયએ હત્યા કરી નાખતા બનાવની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ શરૂ કરી હતી જેમાં આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના અણીયારી ટોલનાકા નજીકથી વતનમાં જવાની ફિરાકમાં હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે આરોપીને ઝડપી લીધો હતો.ઉલ્લેખનીય છે કે, મૃતક ધાપુબેન છેલ્લા છ સાત મહિનાથી તેંમના વતનમાં રહેતા હતા અને ધાપુબેનનો મોબાઈલ ફોન તેણીના પતિ કનૈયાલાલ પાસે હોય જેમાં કોઈ યુવાનના ફોન આવતા હોવાથી ધાપુબેનના ચારિત્ર્ય ઉપર શંકા કરી આરોપી કનૈયાલાલે ધાપુબેન સાથે ઝગડો કરી તારે તે વ્યક્તિ સાથે શુ સંબંધ છે તેમ કહી ગળાના ભાગે છરીના ઘા ઝીકી દેતા ધાપુબેનનું મૃત્યુ નીપજ્યું હતું.