ટંકારા : ટંકારાના નેસડા ગામે હનુમાન મંદિરે સમસ્ત ગ્રામજનો દ્વારા તા.7થી 15 નવેમ્બર દરમિયાન શ્રી રામ કથા અને 108 કુંડ શ્રી રામ ચરિત માનસ હોમાત્મક નવાન્હ પારાયણ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દરરોજ સવારે 9થી 12 અને બપોરે 2:30 થી 5:30 કથા યોજાશે. દરરોજ 11:30 વાગ્યે મહાપ્રસાદ યોજાશે. કથા વકતા તરીકે વિષ્ણુબાપુ દાણીધારિયા રહેશે. મહાયજ્ઞના આચાર્ય તરીકે પૂ.જીજ્ઞેશભાઈ પંડ્યા રહેશે. આ કથા દરમિયાન દરરોજ અનેક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. કથા દરમિયાન સંતો-મહંતોની પણ ઉપસ્થિતિ રહેશે. આ કથામાં પધારવા સર્વે ભાવિકોને સમસ્ત ગામ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.