હળવદ : હળવદ શહેર નજીક આવેલ ધોબા કુવા વાડી વિસ્તારમાં અનિલભાઈ ગોપાલભાઈની વાડીએ રહેતા શ્રમિક પરિવારની સગીર વયની દીકરી કૈલાશબેન ગુમાનસિંહ રાઠવા ઉ.13 ગત વહેલી સવારે લઘુશંકા કરવા જતા પાણી ભરેલા કૂવામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.