લોહાણા વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી તથા જલારામ જન્મોત્સવ સમિતીના પ્રમુખ વિનોદભાઈ બારા પરિવારના સહયોગથી કેમ્પ યોજાશેમોરબી : સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૧૧-૨૦૨૪ સોમવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન મોરબી લોહાણા વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી, જલારામ જન્મોત્સવ સમિતીના વર્ષ ૨૦૨૪ના પ્રમુખ વિનોદભાઈ રામજીભાઈ બારા પરિવાર ના સહયોગથી કેમ્પ યોજાશે.જેમા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો.સુદામા, હેમુભાઈ પરમાર,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ ઉપર સંપર્ક કરવો.અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૩૭ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ ૧૧૦૬૦ લોકો એ લાભ લીધો હતો તેમજ ૪૯૫૧ લોકોના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા. તેમ નિર્મિત કક્કડ- પ્રમુખ જલારામ સેવા મંડળ, મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની યાદીમાં જણાવાયું છે.