કારમાંથી વિદેશી દારૂની બોટલમાં ભરેલો દેશી દારૂ પણ ઝડપાયો : પોલીસે હાથ ધરી કાર્યવાહીહળવદ : હળવદ નજીક SRPના ડીવાયએસપીએ પીધેલી હાલતમાં કાર ડ્રાઇવ કરી અકસ્માત સર્જ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હળવદ પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છ પૂર્વના ભચાઉ SRP ગ્રુપના ડીવાયએસપી સુરેશ સોમજીભાઈ બામનીયા ક્રેટા કાર લઈને હળવદ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તેઓ પીધેલી હાલતમાં હોય અન્ય કાર સાથે અકસ્માત પણ સર્જ્યો હતો. ઉપરાંત તેમની કારમાંથી ચાર ઇંગ્લિશ દારૂની બોટલમાં ત્રણ લીટર દેશી દારૂ પણ ભરેલો મળી આવ્યો હતો.પોલીસે ક્રેટા કાર અને દેશી દારૂ કબ્જે લઈ એમવી એક્ટ ૧૮૫, પ્રોહિબીશન એક્ટ કલમ ૪૬૬(૧),૬૫(એ)(એ) મુજબ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.