વાંકાનેર : વાંકાનેરના અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ (AAA) દ્વારા દાતાના સહયોગથી 250 ગ્રામ અલગ અલગ મીઠાઈના 100 બોક્ષનું વિતરણ જરૂરિયાતમંદ લોકોમાં કરવામાં આવ્યું હતું.આ વિતરણમાં ખાલી ઝૂપડામાં જ રહેતા બાળકો અને તેમના પરિવાર નહિ પરંતુ ફુગ્ગા વેચવાવાળાથી લઈને કચરા વીણતાં બાળકો સુધી કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રુપ સભ્ય ધવલભાઈ મહેતાના 5 વર્ષના નાના દીકરા ને આ વસ્તુનો ખૂબ આનંદ અને ઉલ્લાસ હોય તેના હસ્તે પણ વિતરણ કરવામાં આવ્યું હતું.