વાડીએથી ઘેર જતા હતા ત્યારે કાર ચાલકે હડફેટે લીધાટંકારા : ટંકારા તાલુકના મિતાણા ગામે રહેતા ગોપાલભાઈ ગજેરા ગત તા.25ના રોજ બપોરના સમયે પોતાના ટીવીએસ મોપેડ ઉપર વાડીએથી ઘેર જતા હતા ત્યારે જીજે - 03 - ઇસી - 6513 નંબરની સ્વીફ્ટ કારના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા ગોપાલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પુત્ર કિશોરભાઈએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.