મોરબી : વિક્રમ સંવતના નવા વર્ષનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે નવા વર્ષના પ્રારંભે તારીખ 2 નવેમ્બરના રોજ મોરબીમાં વરીયા પ્રજાપતિ પરિવારોનું સ્નેહમિલન યોજાશે. સમસ્ત વરીયા પ્રજાપતિ સમાજ- મોરબી દ્વારા 2 નવેમ્બર ને શનિવારે સવારે 8 થી 10 કલાકે મોરબીના સો-ઓરડી ખાતે આવેલા વરિયા માતાજીના મંદિરે સ્નેહમિલનનું આયોજન કરાયું છે. તો આ સ્નેહમિલન કાર્યક્રમમાં પધારવા સૌ વરીયા પ્રજાપતિ પરિવારોને આમંત્રણ પાઠવાયું છે.