મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે બનેલો બનાવમોરબી : મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે ફેકટરીમાં કામ કરતા પતિએ શેઠ પાસેથી ઉપાડ લઈ તેમાંથી રૂપિયા 500ના ફટાકડા લઈ પુત્ર સાથે મળી ફોડી નાખતા પત્નીએ 500 રૂપિયાના ફટાકડા કેમ લીધા તેમ કહેતા ગુસ્સે ભરાયેલ પતિએ પત્નીને માથામાં ધોકો ફટકારી દેતા મોત નિપજતા હત્યાના આ બનાવમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના તળાવીયા શનાળા ગામે આવેલ સોફ્ટન કાર્બન ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા આરોપી નરબેસિંગ ભગ્ગાસિંગ મેડાએ પોતાના શેઠ પાસેથી 5000 રૂપિયા ઉપાડ લઈ તેમાંથી 500 રૂપિયાના ફટાકડા લઈ પુત્ર સાથે મળી ફોડી નાખતા સાંજે જમવા સમયે પત્ની ભુરીબેને 500 રૂપિયાના ફટાકડા કેમ લીધા તેમ કહેતા પતિ ગુસ્સે ભરાયો હતો અને ભુરીબેનને માથામાં લાકડાનો ધોકો ફટકારી દેતા મૃત્યુ નીપજ્યું હતું. આ હત્યાના બનાવ અંગે મૃતક ભુરીબેનના ફઈબાના દીકરા દીપકભાઈ ડામોરે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.