મોરબી : મોરબી જિલ્લાના અણિયારી ખાતે આવેલી પટેલ સમાજની વાડીમાં નૂતન વર્ષના પ્રારંભે તારીખ 2-11-2024ને શનિવારના રોજ સવારે 9 થી 11 કલાક દરમ્યાન અણિયારી પટેલ સમાજનો પાંચમો સ્નેહમીલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બપોરે 11:30 કલાકે ભોજન સમારંભ રાખવામાં આવ્યો છે. આ દરમ્યાન હરજીવનભાઈ ભગવનજીભાઈ વરસડા, સુરેશભાઈ હરજીવનભાઈ વરસડા, અને યોગેશભાઈ હરજીવનભાઈ વરસડા દ્વારા તમામ પટેલ સમાજ અનિયારીને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.