મોરબી : તારીખ 28 ઓક્ટોબર ને સોમવારના રોજ GEB જેટકો 220 કેવી લાલપર સબ સ્ટેશનના લાઈન ઈન્સ્પેક્ટર ધીરુભા એચ. પરમારનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કાર્યપાલકને ઇજનેર એ. કે. પટેલ, વાંસદડીયા સાહેબ, શેરસીયા સાહેબ, કૂંડારીયા સાહેબ, સરડવા સાહેબ, લાલપર એસ એસના ઇન્ચાર્જ દેવમોરારી સાહેબ, અધિકારીઓ એજીવી કેસ યુનિયન કમિટી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. ડી.ડી. પરમાર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. નિકુંજભાઈ મકવાણાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.જેટકો કંપની દ્વારા શાલ, પ્રમાણપત્ર અને ચાંદીના સિક્કા વડે ધીરુભા પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શિસ્ત સેવા સંગઠનના શ્રેષ્ઠ સભ્યનો શિલ્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. વિદ્યુત કર્મચારી મંડળી રાજકોટ દ્વારા ભગદેવભાઈએ શાલ ઓઢાડી ધીરુભા પરમારનું સન્માન કરાયું હતું. લાલપર સ્ટાફ વતી શાલ અને મોમેન્ટ અર્પણ કરવામાં આવ્યું હતું. એસ. એન. ઝાલા અને લાલપરની ટીમ આ કાર્યક્રમને સુંદર બનાવવા સારી જહેમત ઉઠાવી હતી. આ નિવૃત્તિ સન્માન સમારોહમાં બહોળી સંખ્યામાં કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં અધ્યક્ષ એ. કે. પટેલે તેમનું નિવૃત્ત જીવન સુખ સમૃદ્ધિ આરોગ્યમય તેમજ પરિવારને ઉપયોગી બનવા અને સારું આરોગ્ય રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમનું સંચાલન કે. આઈ. ગોસાઈએ કર્યું હતું અને કાર્યક્રમનું આભાર દર્શન પાડલીયાએ કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયે ધીરુભા પરમાર દ્વારા સૌને ભોજન કરાવાયું હતું.