સગીરની પાછળ બેઠેલા સગીરને ઇજાઓ પહોંચીમોરબી : આજના સમયમાં માતાપિતા સગીરવયના બાળકોને બાઈક - મોટર સાયકલ ચલાવવા છૂટ આપી પોતાના જ વ્હાલસોયા બાળકો માટે જોખમ નોતરી રહ્યા હોવાનું કિસ્સો મોરબીમાં સામે આવ્યો છે જેમાં લાયસન્સ વગર બાઇક લઈને નીકળી ગયેલા સગીરે રોડ ઉપર પુરપાટ ઝડપે વાહન ચલાવી કાવા મારતા બાઈક સ્લીપ થઈ જતા સગીરનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલા સગીરને પણ ઇજાઓ પહોંચી હતી.મોરબીના વિશિપરામા પ્રજાપત રોડ ઉપર રહેતા આરોપી બાદલ સુરેશભાઈ બારૈયા ઉ.17 નામનો સગીર ગત તા.26ના રોજ સાંજના સમયે લાયસન્સ વગર પોતાનું બાઈક લઈ સગીર મિત્ર સાથે નીકળ્યો હતો ત્યારે ધક્કાવાળા મેલડી માતાજીના મંદિર પાસે પુરપાટ ઝડપે પોતાનું બાઈક હંકારી આગળ જતી કારની સાઈડ કાપવા જતા બાઈક ઉપરથી કાબુ ગુમાવી દેતા બ્રેક મારતા જ રોડની સાઈડમાં ફંગોળાઈ ગયો હતો.જેથી આરોપી બાઈક ચાલક બાદલને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલા સગીરને ઇજાઓ પહોંચી હતી. આ બનાવના ઇજાગ્રસ્ત સગીરની ફરિયાદને આધારે મૃતક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.