મોરબી : આજે ધનતેરસના પર્વ નિમિત્તે મોરબી નગરપાલિકા કચેરીમાં આવેલા હાઉસ ટેક્સ વિભાગમાં લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવ્યું હતું. હાઉસ ટેક્સ વિભાગમાં યોજાયેલી મહાલક્ષ્મી પૂજામાં હાઉસ ટેક્સ વિભાગના ઈન્ચાર્જ દર્શિતભાઈ પટેલ, નગરપાલિકાના હેડ ક્લાર્ક કાલરિયા સહિત તમામ વિભાગના વડાઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહીને મહાલક્ષ્મીજીની પૂજા-અર્ચના કરીને પ્રાર્થના કરી હતી.