મતદારયાદીમાં નામ સુધારા-વધારા, નામ કમી કરવા, નવા નામ દાખલ કરવા સહિતની કામગીરી થશેમોરબી : 65- મોરબી વિધાનસભા મતદાર વિભાગના મતદારો માટે આજે તારીખ 29 ઓક્ટોબર થી 28 નવેમ્બર સુધી મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. જેમાં હક્ક દાવા અને વાંધા રજૂ કરી શકાશે.ખાસ ઝુંબેશના દિવસોની વાત કરીએ તો તારીખ 17 નવેમ્બર ને રવિવાર, 23 નવેમ્બર ને શનિવાર, 24 નવેમ્બર ને રવિવાર રાખવામાં આવ્યો છે. આ ખાસ ઝુંબેશના દિવસે આપ મતદાન મથકે બીએલઓને મળીને ફોર્મ નંબર-6 (મતદારયાદીમાં નામ દાખલ કરવા), ફોર્મ નં.7 (મતદારયાદીમાંથી નામ કમી કરવા), અને ફોર્મ નં. 8 (મતદારયાદીમાં રહેલી વિગતો સુઘારા માટે) ફોર્મ ભરી શકાશે. સાથે જ જેઓના 1-1-2025 સુધીમાં 18 વર્ષ પૂરા થતાં હોય તેઓ ફોર્મ નંબર-6 ભરી મતદારયાદીમાં નામ નોંધાવી શકશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે voters.eci.gov.in વેબસાઇટ અને Voter Helpline App - Election Commission of India મારફત ફોર્મ ભરી શકાશે તેમ મતદાર નોંધણી અધિકારી સુશીલ પરમાર દ્વારા જણાવાયું છે.