મોરબી : મોરબી - હળવદ હાઇવે ઉપર મોરબીથી હળવદ જઈ રહેલા ફરિયાદી અમૃતભાઈ ચંદુભાઈ વાધ્રોડિયાની કારને ઉંચી માંડલ ગામના બસસ્ટેન્ડ પાસે ટ્રક ટ્રેલર નંબર જીજે - 12 - બીવાય - 0486 નંબરના ચાલકે પાછળથી ઠોકર મારી કારની ખાલી સાઈડમાં બન્ને દરવાજાને નુકશાન પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.