ઝુલતાપુલના પાછળના ભાગે આવતીકાલે 30 ઓક્ટોબરે શાંતિ હવનનું આયોજનમોરબી : તારીખ 30 ઓક્ટોબર 2024ના દિવસે ઝુલતા પુલ દુર્ઘટનાને બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં સામાજિક કાર્યકરો દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામના આત્માઓની શાંતિ માટે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અજયભાઈ વાઘાણી, દેવેશભાઈ રાણેકવાળીયા, વાલજીભાઈ મુછડીયા, મુસાભાઈ બ્લોચ દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવ્ય આત્માઓની શાંતિ માટે અને ન્યાય માટે 30 ઓક્ટોબર ને બુધવારના રોજ સવારે 9-30 થી 1 વાગ્યા સુધી સામાકાંઠે એલઈ કોલેજ રોડ, મહાપ્રભુજીની બેઠક આગળ, ઝુલતા પુલના પાછળના ભાગે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શાંતિ હવનમાં મોરબીની જાહેર જનતાને ઉપસ્થિત રહેવા સામાજિક કાર્યકરો દ્વારા અપીલ કરવામાં આવી છે.