મોરબી : આગામી તારીખ 2 નવેમ્બરના રોજ મોરબીમાં કડવા પાટીદાર પરિવારોનું સ્નેહમિલન યોજાશે. શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ- મોરબી, ઉમા મેડિકલ, પાટીદાર કરીયઅર એકેડમી, ઉમા સંસ્કારધામ (સમાજવાડી)-લજાઈના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં વસતા કડવા પાટીદાર પરિવારોનું સ્નેહમિલન આગામી તારીખ 2 નવેમ્બર ને નવા વર્ષે સાંજે 4-30 કલાકે કડવા પાટીદાર કન્યા છાત્રાલય ખાતે યોજાશે.સ્નેહમિલન પ્રસંગે કુળદેવી મા ઉમિયાજીની સમૂહ આરતી કરવામાં આવશે અને એકબીજાને મળીને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવશે. તો આ સ્નેહમિલન કાર્યક્રમમાં પધારવા ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર, પ્રમુખ બેચરભાઈ હોથી અને ઉમા સંસ્કારધામના ચેરમેન એ.કે. પટેલ તથા તમામ ટ્રસ્ટીઓએ કડવા પાટીદાર પરિવારોને આમંત્રણ પાઠવ્યું છે.