મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને કપડાનું વિતરણ કરાયું

- text


મોરબી: અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતું રહે છે અને વાર-તહેવારો હોય કે પછી જન્મદિવસ તેઓ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને તેની ઉજવણી કરતા હોય છે. ત્યારે દિવાળી પર્વને લઇને પણ અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને જરૂરિયાતમંદ બાળકોને કપડાનું વિતરણ કર્યું હતું.

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા મોરબીના લીલાપર રોડ, મયુર પુલ નીચે, દલવાડી સર્કલ કામધેનું પાસે તથા નવલખી રોડ પર આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારના 350થી વધુ બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ લગધીરકા મેડમ, ઉષા ગજરા, ચેતના કાસુન્દ્રા, નિર્મલાબેન હડિયલ, આરતીબેન, ચાંદનીબેન, અવનીબેન ગૌસ્વામી, ભારતીબેન તેમજ જાગૃતિબેન સહિતની બહેનો જોડાયા હતા.

- text

- text