મોરબીના ઘુંટુ ગામ પાસે બંધ પડેલા ટ્રકના કારણે ટ્રાફિક સમસ્યા

- text


મોરબી : મોરબીના ઘુંટુ ગામ પાસે છેલ્લા 4-5 દિવસથી બંધ પડેલા ટ્રકના કારણે દરરોજ ટ્રાફિકની સમસ્યા ઉદભવી રહી છે. ઘુંટુ ગામ પાસે એક ટ્રકની ચેસિસ તૂટી જતાં આ ટ્રક 4-5 દિવસથી પડ્યો છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. દરરોજ સવારે અને સાંજે 3-4 કલાક ટ્રાફિકજામ સર્જાય છે. એક તરફ રોડનું કામકાજ ચાલી રહ્યું છે અને આ ટ્રક રોડ પર પડ્યો હોય અન્ય વાહનચાલકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

- text

- text