મોરબીના શિક્ષકોએ માસ્ટર એથ્લેટિક સ્પર્ધામાં મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું

- text


મોરબી : તારીખ 26 અને 27 ઓક્ટોમ્બરના રોજ ભુજની લાલન કોલેજ 43મી માસ્ટર એથ્લેટિક સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં મોરબી જિલ્લાના બે શિક્ષકોએ મેડલો જીતીને મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. આ સ્પર્ધામાં મોરબીની જ્ઞાન જ્યોત વિદ્યાલયના નિવૃત્ત શિક્ષક દિલીપસિંહ મોરીએ ગોળા ફેંક અને ચક્ર ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અને બરસી ફેંકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. જ્યારે હળવદના નવા ઘનશ્યામગઢ શાળાના આચાર્યએ ગોળા ફેંક, ચક્ર ફેંક અને બરશી ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેઓ હવે નેશનલ સ્પર્ધા રમવા દિલ્હી ખાતે જશે.

- text

- text