મોરબીના રામનગર ગામે 2 નવેમ્બરે નાટક અને કોમિક રજૂ કરાશે

- text


મોરબી : મોરબીના રામનગર ગામે આગામી તારીખ 2 નવેમ્બર ને શનિવારે નવા વર્ષે રાત્રે 10 કલાકે રામજી મંદિર ચોકમાં નાટક અને કોમિક રજૂ કરવામાં આવશે. શ્રી બજરંગ યુવક મંડળ- રામનગર દ્વારા ઐતિહાસિક સામાજિક અને રાજકીટ ખટપટનો ત્રિવેણી સંગમ એટલે કે જય ચિતોડ નાટક અને સાથે પેટ પકડીને હસાવતું કોમિક રૂડીની રમઝટ રજૂ કરવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા શ્રી બજરંગ યુવક મંડળ તથા રામનગર (ખા.) ગા મ દ્વારા સૌને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text