મોરબીમાં છાતીમા દુઃખાવો ઉપડતા પરિણીતાનું મૃત્યુ

- text


મોરબી : મોરબી શહેરની લક્ષ્મી નારાયણ સોસાયટીમાં શુભ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા ચિતલબેન હિતેશભાઈ મકવાણા ઉ.44 નામના પરિણીતાને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text