મોરબીમાં અલગ અલગ બે દરોડામા બિયરનો જંગી જથ્થો પકડાયો

- text


વિશિપરા અને માળીયા વનાળિયામા પોલીસની કાર્યવાહી

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા અને માળીયા વનાળિયામાં બે અલગ અલગ દરોડા પાડતા બિયરનો જંગી જથ્થો પકડાયો હતો સાથે જ માળીયા વનાળિયામા વિદેશી દારૂના ચપલા પણ મળી આવ્યા હતા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પ્રથમ દરોડામાં વિશિપરા બિલાલી મસ્જિદ પાછળ આરોપી સુનિલ સવજીભાઈ સોલંકીના રહેણાંકમાં દરોડો પાડતા આરોપીના મકાનમાંથી કિંગ ફિશર બ્રાન્ડ બિયરના 168 ટીન કિંમત રૂપિયા 21 હજાર મળી આવ્યા હતા. જો કે, આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.

- text

જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ભડિયાદ રોડ ઉપર માળીયા વનાળિયામા મંદિરની બાજુમાં રહેતા આરોપી પ્રવીણ સવજીભાઈ પરમારના ઘરમાંથી વોડકાના 35 ચપલા તેમજ કિંગફિશર બ્રાન્ડ બિયરના 15 ટીન મળી 4955નો મુદામાલ કબ્જે કરી આરોપીને અટકાયતમાં લીધો હતો.

- text