મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સિલ્વર જયુબિલી નિમિત્તે રેલી યોજાઈ

- text


મોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબી છેલ્લા 25 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર છે અને સૌરાષ્ટ્રભરમાં નામના ધરાવે છે. આ સંસ્થાની સિલ્વર જયુબિલી આ વર્ષે ઉજવાઇ રહી છે જેના ભાગ રૂપે આજે મોરબીના રાજમાર્ગો પર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન – મોરબી દ્વારા વિશાળ વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

નવયુગના અત્યાર સુધીના થીમ સોંગ જે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય છે તે ડી.જે. દ્વારા વગાડવામાં આવ્યા હતા. તેમજ આજે તા. 27-10-24ના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ભૂતપૂર્વ સ્ટાફનું સ્નેહમિલન તેમજ સન્માનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. જેની જન-જાગૃતિ અને આમંત્રણ એ આ રેલીનો હેતુ હતો. શાળાના બાળકો, શિક્ષકો, ટ્રસ્ટ પરિવારના સદસ્યો બધા આ રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં શાળાની સ્કૂલ બસ તથા અન્ય સ્ટાફ મિત્રોની ઘણી બધી ફોર વ્હીલ ગાડીઓ હતી છતાં પણ કોઈ ટ્રાફિક જામ સર્જાયેલ ન હોય તે બદલ આ તકે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ મોરબી ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. તથા કાર્યક્રમને સફળ બનાવવા બદલ પ્રિન્સિપાલ, શિક્ષકો, બિન શૈક્ષણિક સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

- text