મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર ક્રિષ્ના સ્કૂલવાળી શેરીમાં તુલસીપત્ર-એ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રાણજીવનભાઈ લાલજીભાઈ સરડવા ઉ.59 નામના વૃદ્ધ ગઈકાલે પોતાના ઘેર હતા ત્યારે માથામાં દુખાવો તથા ઊલટીઓ થવા લાગતા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવારમાં મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.