ટંકારા નજીક પવનચક્કીમા આગ ભભૂકી

- text


ટંકારા : ટંકારા તાલુકાના હિરાપર ગામની પાછળ ટોબરી ધાર ઉપર ગણેશપર ગામ તરફ જવાના રસ્તે પવનચક્કી ભડભડ સળગી ઉઠતા ગ્રામજનોમાં ભયનું વાતાવરણ પ્રસરી ગયું હતું.

મોરબી જિલ્લામાં ટંકારા તાલુકામાં આડેધડ અનેક જગ્યાએ પવનચક્કી ખડકી દેવામાં આવી છે જેમાં ગણેશપર ગામે જવાના માર્ગ ઉપર હીરાપર ગામની પાછળના ભાગે આવેલ એક પવનચક્કીમા અચાનક આગ ભભૂકી ઉઠતા સ્થાનિક રહેવાસીઓમાં ભય પ્રસરી ગયું હતું સાથે જ પવનચક્કીમાં કોઈ પણ નિતી નિયમોનું પાલન કરવામાં આવતું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

- text

- text