મોરબીના શ્રધ્ધાપાર્કમાં વિદેશી દારૂની 28 બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નવલખી રોડ ઉપર આવેલ શ્રધ્ધાપાર્કમાં બાતમીને આધારે દરોડો પાડી આરોપી અંકિત અરુણભાઈ રાઠોડ ઉ.34 નામના શખ્સના કબ્જામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 28 બોટલ કિંમત રૂપિયા 14,595 કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text