કવાડીયા પ્રા.શાળા ખાતે શિક્ષક કિશોરભાઈ પટેલનો વિદાય સમારંભ યોજાયો

- text


હળવદ : કવાડીયા પ્રાથમિક શાળા, ખાતે વર્ષોથી નિષ્ઠા અને સમર્પણથી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપતા શિક્ષક કિશોરભાઈ સોમાભાઈ પટેલની સેવાનિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં હળવદ આસિસ્ટ ટી.ડી.ઓ પરેશભાઈ અને ભરતભાઈ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરા, હળવદ શિક્ષક સંઘના મહામંત્રી ચતુરભાઈ પાટડિયા, હળવદ શૈક્ષિક સંઘના પ્રમુખ વાસુભાઈ તથા કાર્યકારી કોષાધ્યક્ષ પ્રવીણભાઈ ધોળું, હળવદ મુખ્ય શિક્ષક સંઘ પ્રમુખ હરદેવસિંહ જાડેજા, સરપંચ, ઢવાના શાળાના તમામ શિક્ષક હાજર રહ્યા હતા.

- text

કિશોરભાઈએ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અભૂતપૂર્વ પ્રયાસો કર્યા છે અને તેમનો દયાળુ સ્વભાવ તથા શિક્ષણપ્રતિની લાગણીશીલતા વિદ્યાર્થીઓ તેમજ સહકર્મચારીઓના હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે. ૪૦ વર્ષથી વધુ સમયગાળામાં તેમણે અનેક પેઢીના બાળકોને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી છે અને શિક્ષણના પ્રત્યેક ક્ષેત્રમાં અનોખું યોગદાન આપ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય સુનિલભાઈ તથા તમામ સ્ટાફ પરિવારે આયોજન કર્યું હતું.

- text