ટંકારાની લખધીરગઢ પ્રાથમિક શાળામાં દિવાળી પર્વની ઉજવણી 

- text


વિદ્યાર્થીઓએ રંગોળીમાં રમતું કર્યું ગુજરાત! 

ટંકારા : લખધીરગઢ પ્રાથમિક શાળામાં દિવાળી પર્વ નિમિત્તે રંગોળી બનાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ રંગ, ફૂલ, ચોક વગેરેની મદદથી સુંદર રંગોળી બનાવીને ઉત્સવમાં અનેરો રંગ ભરી દીધો હતો.

- text

શાળાના શિક્ષિકા જીવતીબેન પીપલિયાના માર્ગદર્શન નીચે ગુજરાતની વિશેષતા બતાવતી રંગોળી પણ ધોરણ 8 ના બાળકોએ બનાવી હતી. આ રંગોળી ભારતનો ત્રિરંગો અને ગુજરાતની વિશેષતાઓની થીમ પર બનાવવામાં આવી હતી. જે દેશપ્રેમ અને ગરવી ગુજરાતની વિશેષતાઓને ઉજાગર કરતી હતી. આ રંગોળી સૌના આકર્ષણનું કેન્દ્ર પણ બની હતી. શાળા પરિવારે રંગોળી બનાવનાર તમામ વિદ્યાર્થીઓની ખૂબ પ્રશંસા કરી હતી. સૌ બાળકોને દિવાળી ઉત્સવમાં સામેલ થવા બદલ ધન્યવાદ આપ્યા હતા. સાથે દિવાળી તહેવારની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી. સૌએ હળીમળીને દિવાળી પર્વ હર્ષ અને ઉમંગ સાથે ઉજવ્યો હતો.

- text