મોરબી : મોરબી તાલુકાના પીપળીયા ગામના રેલવે સ્ટેશન સામે જીજે - 03 - બીઝેડ - 8254 નંબરના ટ્રક ચાલકે એમપી - 11 - બીસી - 3491 નંબરનું બાઈક લઈને જઈ રહેલા મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં મોડપર ગામે ખેતમજૂરી કરતા સમરીયાભાઈ નથુભાઈ ડામોરને હડફેટે લઈ અકસ્માત સર્જતાં ગંભીર ઇજાઓ પહોંચાડતા સમરીયાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના ભાઈ દિલીપભાઈ નથુભાઈ ડામોરે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.