મોરબીના શનાળા રોડ પર બેંકના શટર સાથે ધડાકાભેર કાર અથડાઈ

- text


મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર મોડી રાત્રે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમા કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર થાંભલા સાથે અને બેંકના શટર સાથે અથડાઈ હતી. શનાળા રોડ પર આવેલી ધી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક પાસેથી પસાર થઈ રહેલી કારના ચાલકે અચાનક કાબુ ગુમાવતા કાર ધડાકાભેર બેંક પાસેના પોલ સાથે અથડાઈને બેંકના શટર સાથે ટકરાઈ હતી. જેના કારણે કારનો બુકડો બોલી ગયો હતો અને બેંકના શટરમાં પણ નુકસાન થયું છે. આ કારમાં કેટલા લોકો સવાર હતા અને કેટલા લોકોને ઈજા પહોંચી છે તે અંગેની વિગતો સામે આવી નથી. હાલ આ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે.

- text