મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર પાવડીયારી કેનાલ નજીક આવેલ ક્રીપટોન સિરામિક ફેકટરીમાં કામ કરતા અને લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની અનિલભાઈ ડાંગી નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર ફેકટરીના લેબર કવાટર્સમા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.