મોરબી OSEM CBSE સ્કુલના વિદ્યાર્થીઓનું રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

- text


મોરબી : મોરબીની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM CBSE સ્કુલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટસ ઈવેન્ટમાં ભાગ લીધો હતો અને પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે.

જેમાં અખંડ પ્રતાપ સિંહએ અન્ડર 17માં ડીસકસ થ્રોમાં 9મો ક્રમાંક, અમન કુશવાહા એ અન્ડર-14 શોટ પુટમાં 6 ક્રમાંક તેમજ દેવેન કલોલાએ આર્ટીસ્ટીક ફ્લોર એક્સરસાઈઝ જીમનાસ્ટીક્સમાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. વિદ્યાર્થીઓની સ્પોર્ટસ ક્ષેત્રે સિધ્ધિ બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા તથા પ્રિન્સિપાલ દીપા શર્મા સહીતના સ્ટાફગણે અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.

- text

- text