ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જેપુર અને રૂપાવટી ગામની મુલાકાત લીધી

- text


વાંકાનેર : આજ રોજ 67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ વાંકાનેર તાલુકાનાં જેપુર તેમજ રૂપાવટી ગામની મુલાકાત લીધી હતી. જેમાં જેપુર તેમજ રૂપાવટી ગામનાં સરપંચ તેમજ આગેવાનો દ્વારા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન જીતુભાઈ સોમાણીએ લોક પ્રશ્નો સાંભળી અને પ્રશ્નોનાં નિરાકરણ માટે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. તેમજ વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ માટેની ખાતરી આપી હતી.

- text

- text