હળવદના કેદારીયા ગામે કાકા ઉપર હુમલો કરતા બે ભત્રીજા

- text


કાન ખાલી કરવાનું કહી હુમલો કરતા ફરિયાદ

હળવદ : હળવદ તાલુકાના કેદારીયા ગામે બે ભત્રીજાઓએ સગા કાકાને મકાન ખાલી કરવાનું કહી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બન્ને વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા બળદેવભાઈ દેવાભાઈ પોરડીયાએ આરોપી એવા સગા ભત્રીજા અશ્વિન રણછોડભાઈ પોરડીયા અને કાનજી રણછોડભાઈ પોરડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, બન્ને આરોપીઓએ ફરિયાદીના ઘેર આવી મકાન ખાલી કરી નાખજો નહિ તો મજા નહિ આવે તેમ કહી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે હળવદ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text