ઠીકરીયાળા ગામની મુલાકાત લેતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

- text


વાંકાનેર : વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ વાંકાનેર તાલુકાનાં ઠીકરીયાળા ગામની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઠીકરીયાળા ગામનાં સરપંચ તેમજ આગેવાનો દ્વારા જીતુભાઈ સોમાણીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન જીતુભાઈ સોમાણીએ લોક પ્રશ્નો સાંભળી અને પ્રશ્નોનાં નિરાકરણ માટે જે તે વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ માટેની ખાતરી આપી હતી.

- text