મોરબી બ્રાન્ચની સરળ અને ઝડપી કામગીરી બદલ અદકેરું સન્માન કરાયુંમોરબી : ભારતીય જીવન વીમા નિગમની મોરબી બ્રાન્ચના એક પોલિસી ધારકનું નાની ઉમરમાં હાર્ટ એટેકથીથી અવસાન થયું હતું. આ અંગે તેમના વારસદારને મળી ને બધી કાર્યવાહી સરળતાથી અને ઝડપથી પૂરી કરીને એક કરોડ રૂપિયાનો કલેઇમ ચૂકવવામાં આવ્યો હતો.આ અંગે તેમના MDRT એજન્ટ ભૌતિકભાઈ ગોસ્વામી, વિકાસ અધિકારી ભરતભાઈ રાચ્છ, બ્રાન્ચ મેનેજર શુભમભાઈ અને બ્રાન્ચના સ્ટાફ મિત્રોનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ તકે રાજકોટ ડિવિઝન મેનેજર પ્રસાદભાઈ અને મેનેજર સેલ્સ સાપકલેભાઈ દ્વારા આ તમામ લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આજ રીતે લોકોને સેવા આપતા રહો એવો સંદેશ આપ્યો હતો.આ સમયે અચાનક ત્યાં આવી ચડેલા ફોરેનર લોકો પણ આ જોઈને LIC ની આવી સરસ કામગીરી વિશે જાણી ને પ્રભાવિત થયા હતા અને તેમને પણ અભીનંદન આપ્યા હતા.ઉલ્લેખનીય છે કે ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ વિશ્વ ની ટોચ ની વીમા કંપની મા સ્થાન ધરાવે છે અને ભારત સરકાર દ્વારા LIC માં કરેલ તમામ રોકાણ ની પૂરી ગેરંટી આપવામાં આવે છે. કોઈપણ વીમા કંપનીમા કલેઇમ સેટલમેન્ટ એ ખૂબ અગત્યની બાબત છે એમાં LIC હંમેશા અગ્રીમ હોય છે. તેમ યાદીમાં જણાવાયું છે.