હળવદ : હળવદ તાલુકાના ધુળકોટ ગામના વતની અને સતત ખેડૂતોના પ્રશ્ને લડત ચલાવતા જયરાજસિંહ ઉર્ફે કાનભા જાડેજાની આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા કિસાન સેલના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈશુદાન ગઢવી તથા સંગઠન મંત્રી મનોજભાઈ સોરઠીયા દ્વારા મોરબી જિલ્લા તથા તાલુકા અને શહેરમાં પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બને તેવા હેતુ સાથે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં હળવદ તાલુકાના ધુળકોટ ગામના વતની અને ખેડૂત પરિવારના યુવા આગેવાન જયરાજસિંહ ઉર્ફે કાનભા ઇન્દ્રસિંહ જાડેજાની આમ આદમી પાર્ટીના કિસાન સેલના મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.