મોરબી : બગથળા ગામે આવેલા નકલંકધામ ખાતે આગામી તારીખ 2 નવેમ્બરના રોજ નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. કારતક સુદ-1 એટલે કે 2 નવેમ્બરે સવારે 9 વાગ્યે અન્નકૂટ દર્શન તથા મહાઆરતી યોજાશે. ત્યારબાદ 9-30 કલાકે બગથળાની પટેલ સમાજ વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.રાત્રે 10 વાગ્યે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોક ભજનીક નારાયણ ઠાકર, હર્ષદ પટેલ અને લોકસાહિત્યકાર માનસૂર ગઢવી ઉપસ્થિત રહેશે. તો આ અન્નકૂટ અને સંતવાણી કાર્યક્રમમાં સર્વે ભાવિક ભક્તો તથા સેવકગણને પધારવા આમંત્રણ પાઠવાયું છે.