ચડી-બનીયાનધારી ગેંગના 5થી 7 લોકોએ મચાવ્યો તરખાટ : ચોરીના સીસીટીવી પણ આવ્યા સામેહળવદ : હળવદના તસ્કર ગેંગે તરખાટ મચાવી દીધો છે. એક જ રાતમાં છ જેટલા શો-રૂમ અને ફેક્ટરીને નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો છે. આ ઘટનાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં માળિયા હાઇવે ઉપર મોરબી ચોકડી પાસે તસ્કર ગેંગ ત્રાટકી હતી. જ્યાં હ્યુન્ડાઇ શો રૂમ, શ્રીમાતા ગ્રેનાઇટ, શ્રી માતા ટાઇલ્સ, શિવશક્તિ ઓઇલ મિલ, જય ભવાની એગ્રીકલ્ચર અને ગંગોત્રી ઓઇલ મિલને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી હતી. અંદાજે 5થી 7 ચડી બનીયાન ધારી શખ્સોએ આ ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બીજી તરફ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.