માળીયા મિયાણાના જુના ઘાટીલા ગામે જુગારધામ ઝડપાયું

- text


સાત જુગારી 46,750 રોકડા સાથે ઝડપાયા

મોરબી : માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે દરોડો પાડી સાત જુગારીઓને 46,750 રોકડા સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ જુના ઘાટીલા ગામે આરોપી રાઘવજીભાઈ હરજીભાઈ વિડજા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમીને આધારે માળીયા મિયાણા પોલીસે દરોડો પાડતા આરોપી રાઘવજીભાઈ હરજીભાઈ વિડજા, જયેશભાઇ જીવરાજભાઈ વિડજા, દિનેશભાઈ પોલજીભાઈ જશાપરા, નરેન્દ્રભાઈ નાથાભાઈ વિડજા, વિજયભાઈ બચુભાઈ જાકાસણીયા, મહેશભાઈ મગનભાઈ વિડજા અને તળશીભાઈ સવજીભાઈ ગઢીયા તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે દરોડા સ્થળેથી રોકડા રૂપિયા 46,750 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text